Sunday, 26 March 2017

ગઝલ

પ્રેમ પુરવાર કરવા ટહેલ થાય?
મનની વાતો થોડી કહેલ થાય?

રામ કે રહીમ જુદા કયાં છે?
નામજ ભિન્ન કહે સહેલ થાય

હૈયાની સગાઇ મોટી બધાની,
સંબંધમાં એવી કયાં પહેલ થાય.

અવિરત ફેરા ફર્યા કર્યા મેં
છતા જાત પર રહેમ થાય?

કાજલ બેસી નશીબને આશરે,
બેઠે બેઠે એમ થોડા મહેલ થાય.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
25/03/17

No comments:

Post a Comment