Saturday, 29 July 2017

ગઝલ

ધરાને આભ હમણાં પાસપાસે છે,
હવાને  ચિરતુ  આકાશ  ગાજે  છે.

નદીઓ અશ્વની માફક અહીં કૂદે,
ઉછાળા મારતું પાણી શું તાકે છે ?

બધાં રસકસ ચૂસી લીધા અરે,માણસ,
હજી  તું મા  કહી  ધરતીને  ધાવે છે.

ઘડીભર ઊંઘવા દેતા નથી રસ્તા,
તને  વૃક્ષો  હવે  એ  રીતે કાપે છે.

હજી નક્કી નથી કંઈ ઘાટ ઘડવાનું
હજી ,લુહાર  તો  લોઢું  તપાવે  છે

              -ભરત ભટ્ટ

No comments:

Post a Comment