Saturday, 17 December 2016

ગીત

હું  છું પ્યાસ  તારા પ્રેમની.
હું રહું સદા પ્રેમ ગુલતાનમાં... 

શાને પાગલ થયો મદિરા પાનમાં,
રહયો નથી તું કશાજ ભાનમાં...
હવે તો સમજી જા શાન માં...... 
હું છું પ્યાસ તારા પ્રેમની....

તારી મહેંક  ભરું શ્વાસે શ્વાસમાં,
મારું અંતર સદા રહે ઉજાસમાં,
નશો નહિ રહે કદિ મદિરા પાનમાં..
હું છું પ્યાસ તારા પ્રેમની...

ઘડી મહોબ્બત ની મળે મુશ્કાન રે
કાતિલ નજરમાં દળી જાય શાન રે..
વહે મારા સૂર આ શરબતી ગાનમાં.....
હું છું પ્યાસ તારા પ્રેમની....

             મીના  માંગરોલિયા

No comments:

Post a Comment