Saturday, 17 December 2016

ગીત

ગીત....

આ દરિયું -બરિયું શું સમજે છે મનમાં એના.....

હાળું સાવ બાયલું, નકટું નફ્ફટ નાલાયક છે, એની જાત બળે રે,
ફીણ ફીણ થઇ ફૂટે ફટકડું, ઊંચું-નીંચું થાય અમસ્તુ પળે  પળે રે...

કપડાં બપડાં પલાળતુ એ જેના તેના?
આ દરિયું-બરિયું શું સમજે છે મનમાં એના.....

ખોટાડું નખરાળું નખ્ખોદિયું દીવથી સોમનાથ લગ હડિયું કાઢે
કોઇ માંઇનો લાલ નથી શું જે એનાં પરપોટાં તોડી, મારે ટાઢ્યે....

તમને એ હેરાન કરે મારે શું છે લેના -દેના...
આ દરિયું -બરિયું શું સમજે છે મનમાં એના...

                    - અનિલ વાળા

No comments:

Post a Comment