Saturday, 17 December 2016

ગઝલ

વગાડે પહાડો ટોચથી ઝરણા વહાવતા,
વાદળ ઝરીને શબનમી મોતી ચઢાવતા.

શીતળ સવાઓ કૈફની મસ્તી પ્રસારતી,
રંગો.ફજાના બાગની સૂરત નિખારતા.

મોસમ વસંતી ફાગણે ફુલો સજાવતી,
મીઠા ટહુકા ઝાડવે ગુંજન જગાવતા,.

શાખો લચીને ફુલમાં હસતી નઝાકતો,
ભીગી.ધરાને રેશમી ચાદર ચઢાવતા.

રંગત ચમનની આંગણે જન્નત ઉતારતી,
વાતાવરણ ને પોષતા તત્વો મઠારતા.

મનથી વરેલા આશકી હૈયે હરખધરી,
રંગો ધરેલા મંજરો જાદુ જગાવતા.

માસૂમ ધરાયે ફેલતા વાયુ પ્રદુષણે
પ્રસરી રહેલા વિષનું મારણ વિચારતા.

           માસૂમ મોડાસવી

No comments:

Post a Comment