Saturday, 17 December 2016

ગઝલ

મળી છે નાવ કાણી, લાંબી દરિયાની સફર છે,
ખલાસી છું, તુફાનો આવશે, નિશ્ચય અફર છે,

ફિકર કોને છે? સઘળાં વ્હેણ ઉલ્ટા છો રહેતાં,
જીવન થોડું અને અનુભવ મળે સઘળાં અજર છે,

અહીં છીએ, ખબર શું ? કાલ ક્યારે ધામ આવે?
ફરી રહયાં અમે આશે, સહી દરદો પ્રખર છે,

ઝબૂકે જો દિવાદાંડી, હશે ત્યાં દ્વીપ જેવું,
લગાડો જોર, ત્યાં જાવું હલેસાઓ વગર છે,

સહારો છે ખુદાનો યાદ રાખો આજ મનમાં,
મળે ધાર્યું કદી, એવી રહેમત સી નજર છે,

'અકલ્પિત' જો જરા, ટૂંકું જીવન અટવાય જાશે,
સહેજે ચૂક થાશે તો વિસામો તુજ કબર છે.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment