Sunday, 14 May 2017

ગઝલ

*ગઝલ*

ફાનસ વિના રાત ઝળકે,એ વાત થોડી અલગ છે,
શમણાં મહીં આંખ ઝબકે,એ વાત થોડી અલગ છે.

હંમેશ તો વેદનાની મારે રહમ હોય છે,પણ
બે હોઠ જો ક્યાંક મલકે,એ વાત થોડી અલગ છે.

હો ખંજરો લાખ તોયે ઘાયલ કરી પણ શકો ના,
એ આંખના જામ પટકે,એ વાત થોડી અલગ છે.

એકાંતને રોજ હોઠે હસતું રખાવું છતાં પણ,
હોવાપણું મારું ખટકે,એ વાત થોડી અલગ છે.

લાગે કદી જીંદગીમાં આવેશનું કર્ફ્યુ ત્યાં,ને
ટોળા,મહીં જાત અટકે,એ વાત થોડી અલગ છે.

-મેઘરાજસિંહ પરમાર

🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment