Sunday, 14 May 2017

હાઈકુ

હાઈકુ:
          ઢળી ઢેલડ
        મયૂર ઢૂંકડી ને
          ફેલાયાં રંગ

        ખીલી સંધ્યા ને
      આભનાં સાગરમાં
          રેલાયાં રંગ

        વસંત આવી
       પાંદડે ને ફૂલડે
         દેખાયાં રંગ

          મેઘધનુનાં
     આભની અટારીએ
         ભીંજાયાં રંગ  

        વાયરો વાયો
     પતંગિયાંની પાંખે
         લ્હેરાયાં રંગ

         જીવન ખોળે
        ઈશ ફેરવે પીંછ
          ઝીલાયાં રંગ
      
     - સંજય બાપોદરિયા 'સંગી'

No comments:

Post a Comment