Sunday, 14 May 2017

અછાંદસ

બોલ , બેટ ને સ્ટમ્પ
ડબ્બામાં પુરાયેલી લખોટીઓ
માચીશના ખોખાની છાપો
પેલી ગિલ્લી ને દાંડિયો
વડ દાદાની વડવાઈઓ
મેદાનનો ખાલીપો
શોધે છે બાળકો
વેકેશનમાં ક્યારના
પણ તપાસ અંતે જણાયું
બાળકો કેદ છે રૂમમાં
સ્વેચ્છાએ
ટીવી
કમ્પ્યુટર ને
મોબાઈલના સાથમાં......
      રચના: નિલેશ બગથરીયા
                 "નીલ"

No comments:

Post a Comment