એક બાળ
રમે
ભણે
ગણે
ને માંગે
તે મળે
ને એક બાળ
પ્લાસ્ટિક વીણે
ભંગાર ગોતે
ઉકરડા વિખે
ખાવાનું માંગે
ક્યારેક મળે
ક્યારેક ના મળે
ભણે
ગણે કેમ??
યુગોથી
બંને બાળ
વચ્ચે છે ખાઈ
કાશ! ક્યારેક પુરાય
સર્વે બાળ
ગોપાલ થઇ જાય.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment