Wednesday, 28 December 2016

ગઝલ

ગઝલના અજવાળે

પંથ સૌ કાપશું ગઝલના અજવાળે,
આભને આંબશું ગઝલના અજવાળે.
લાગણી એક-બે ચાલશે ના, જીવવા
શ્વાસામાં વાવશું ગઝલના અજવાળે.
  પ્રેમ વધતાં થશે સ્વિચ ઓફ હ્રદય તો,
ફ્યુઝ સૌ બાંધશું ગઝલના અજવાળે.
     નામ તારા ગયા બાદ છાનું છપનું,
     એકલા બોલશું ગઝલના અજવાળે.
     ભીંત પર કેમના ચોંટશે સપનાઓ!
આંખમાં આંજશું ગઝલના અજવાળે.
     તિમિરના તો પહાડો ફૂટી નીકળ્યા,
     કાંકરી ખોળશું ગઝલના અજવાળે.
“સ્પર્શ”ના પાંચ દરિયા જશે છૂટી તો,
આંગળી બોળશું ગઝલના અજવાળે.

- મહેશ “સ્પર્શ”
  स्पर्धा माटेनी गझ

No comments:

Post a Comment