Wednesday, 28 December 2016

ગઝલ

' અભિનવ સાહિત્ય સભા' : ગીત ગઝલ સ્પર્ધા માટે

                         વાસંતી પગવાં---

ફાગણની મલકાતી ચાંદની છલકે રંગો ઉમંગના ઢોળી.
પાઘડીની આંટીમાં લહેરાયું હૈયું રંગો  પ્રિત્યુના  ઘોળી.

            ફાગ ફાગણના એવા  રમવા મારે ;
            ઘેરૈયા  નગારે  તાલ  ભલા  દેવા .

            હોળીમાં ઉડ્યા અબીલ ગુલાલ જોને-
            ભીતર  યૌવનના  રંગો ભરી લેવા .

રંગે  ઉમંગે  એવા  રસિયાની  સંગે  રાધા રમતી હોળી .
રંગ ફૂલોના ઝીલવા ગોરી  તો શમણાંની વાળતી ઝોળી.

            પૂનમનું અજવાળું આંજીને અમે;
            આયખાની ઘેરમાં  એવું  તો ઝૂમ્યાં .

            વગડે  તો ટહુકાની વાત થૈ વ્હેતી ;
            ને અમે તો વાસંતી પગવાં ચૂમ્યાં.

હૈયું ઉલેચી અમે ફાગણ સીંચ્યા કસુંબલ રંગમાં જબોળી.
ફાગણની  મલકાતી  ચાંદની  છલકે  રંગો  ઉમંગના ઢોળી.

                    ***રમણ પરમાર (ભાવનગર)     
                         

No comments:

Post a Comment