''પંખી પારેવડું''
કિલ્લોલ કરતું, કેવું મજાનું પેલું
પંખી પારેવડાનું જોડલું જી રે
ચાંચમાં તે ચાંચ નાખી
કલબલાટ કરતું,
પંખ પસારતું ને ફરફરાટ કરતું
પંખી પારેવડાનું જોડલું જી રે
વીણી ને એક એક લાવે તણખલુ ,
માળો મજાથી જો ને કેવો બનાવતું
પંખી પારેવડાનું જોડલું જી રે
વેર્યા છે દાણા ચોકમાં ચબુતરે
ચણવાને સાથ ઉડી જાતું મજાનું પેલું
પંખી પારેવડાનું જોડલું જી રે ,
હોલા કાબર ને, ચકલાં પોપટ સંગ
કલરવની દુનિયા ખીલાવતું મજાનું પેલું
પંખી પારેવડાનું જોડલું જી રે.
કિલ્લોલ કરતું... ... ... ... ...
-મનન
(મનુ.વી.ઠાકોર)
No comments:
Post a Comment