"એ ક્ષણ કાફી હશે".
સ્મરણોના કાફલા ની,
એ ક્ષણ કાફી હશે....
ધૂળ ઉડાડતો સ્મરણો નો કાફલો મૂકામ જયા કરે,
એ ક્ષણ કાફી હશે.
મન ઉપરના ધૂંધળા ચિત્રો,
ને, એક ચહેરો તારો ઉપસે..
એ ક્ષણ કાફી હશે...
સરકતી જિંદગી ની સફર...
ને,
તુ મુકામ બને...
એ ક્ષણ કાફી હશે...
આ અંધકારમય વેદના ની રાત ,
ને,
ઉગે સ્નેહ ના કિરણો નો સૂરજ,
એ ક્ષણ કાફી હશે.....
તારી આંખો માથી મારા મા, ઉતરે એ નજર,
એ ક્ષણ કાફી હશે...
આમ તો શિકાયતો તારાથી સેંકડો છે...
પરંતુ , સુલહ માટે,
એક મુસકુરાહટ જોવી તારા ચહેરા ની એ ક્ષણ કાફી હશે...
R. D. JOSHI.
No comments:
Post a Comment