કવિ છું !
હું એક કવિ છું.
શબ્દોના પલાશવનમાંથી ,
આવતો અવાજ છું !
મારી ચેતનાની ડાળ પર
કવિતાઓ મ્હોરે છે !
જેને ડાળ પરના પંખીઓ ,
હોંશે હોંશે ટહુકે છે !
મારી કવિતાઓ મીઠી ,
ગળચટ્ટા સ્વાદવાળી છે !
સમુદ્રના ઘૂઘવતાં મોજાંના ,
નાદવાળી છે !
હું પગ પખાળું છું ભૂરા આકાશના,
સાત રંગો રેલાય છે;શબ્દોના પ્રકાશમાં !
હું ત્વચાની પાર ચાહું છું મારી કવિતાને !
મારે હરદમ વહેવું છે;કહેવું છે
ખળ ખળ વહેતી સવિતાને !
પડઘા વગર પડઘાય છે કશુંક મારામાં ,
મારે તો પ્રવેશવું છે તમારામાં !
હું એક કવિ છું ;પૂર્વાકાશમાં ઊગતો રવિ છું ,
ઊંચકી સુગંધને ચાલું;હું ખુદ મારી,
જાતમાં મ્હાલું !
અનુભવી છું ..........હું એક કવિ છું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment