Sunday, 26 March 2017

ગઝલ

કારણ વગરના ભારણે ચિત્તે ડઘાઇને,
જોયા કર્યુંછે રાહમાં નજરો જમાઇને.

ફરતો થયેલો મોસમી શીતળ પવન ઘણો,
નાથી શકાઈ ના કદી આંધી દબાઇને.

માથે ચડેલી ધુનમાં ચલતા રહ્યા બધા,
પગલાં હવાઓ ભુંસતી પાછળ લપાઇને.

જાતે કદીયે આપતા સીખ્યા નહીં મદદ,
જોતા રહેલા ભાવથી ચલતી ભલાઇને.

આંખે ચડીને બોલતી લીલા સમયતણી,
અચરજ ભરેલા નીરખે નવલી નવાઇને..

વળગી પડેલી ચાલતી માયા હયાતની,
મળતા હ્રદયને આંચકા મનની વફાઇને.

બળતા પગોના તાળવા માસૂમ બપોરના,
જલતા થયેલા રેતના કણ કણ  તપાઇને.

                  માસૂમ મોડાસવી

No comments:

Post a Comment