*આશાઓનાં સપનાં*
ચાલને, આશાઓના સપનાં ઘડીએ....
દરિયાને પણ આજ મીઠો કરીએ....
ઈચ્છાઓને મોકળી મૂકીએ.....
ફૂલોથી આપણે હોળી રમીએ.....
શબ્દોનાં વ્હાલની છાબડી ભરીએ....
ચાલને, આશાઓના સપનાં ઘડીએ....
નાત જાતનાં ભેદો ટાળીએ.....
સૌને આપણે ગળે લગાડીએ......
પ્રેમની ઝગમગ દિવાળી ઉજવીએ.....
ચાલને,આશાઓના સપનાં ઘડીએ,....
હસીખુશીની ઝોળી ભરીએ.....
તારલિયાનાં ખોબલા ભરીએ.....
પંખી સાથે આપણે વાતો કરીએ.....
ચાલને,આશાઓના સપનાં ઘડીએ.....
ચાલને,આશાઓના સપનાં ઘડીએ.....
દરિયાને પણ આજે મીઠો કરીએ......
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment