Sunday, 26 March 2017

ગઝલ

રાધા દેવ થઇ જાય'તો શ્યામવનમાં ચાલ્યો જાય,
સાત જન્મ માટે હું બુક છું સોરી કહી ચાલી જાય,

પ્રેમનું પુષ્પ બની મઘમઘતા સુહાસો સૃષ્ટિમાં,
કોમળ મખમલી કાયાના કદરદાન કો'કે મળી જાય.
રાધા દેવ થઇ જાય'તો શ્યામવનમાં ચાલ્યો જાય,
સાત જન્મ માટે હું બુક છું સોરી કહી ચાલી જાય,

હશે તમારી લાગણીઓ ત્યારે આવકાર આપ્યો હશે,
છે તમારો જમાનો તેની પ્રતીતિ મળી જાય,
રાધા દેવ થઇ જાય'તો શ્યામવનમાં ચાલ્યો જાય,
સાત જન્મ માટે હું બુક છું સોરી કહી ચાલી જાય,

રાખજો જુવાનીને ઝાલીને નહીંતર નહિ રહે,
જોબનિયું નહિ પ્રેમની લાગણીઓ ત્યારે મળી જાય.
રાધા દેવ થઇ જાય'તો શ્યામવનમાં ચાલ્યો જાય,
સાત જન્મ માટે હું બુક છું સોરી કહી ચાલી જાય,

સાત જન્મનું બુકિંગ ના કરો કાલે કોણે દીઠી છે,
"અઝીઝ"ની પ્રેમાળ શીખ કદાચ ફળી જાય.
રાધા દેવ થઇ જાય'તો શ્યામવનમાં ચાલ્યો જાય,
સાત જન્મ માટે હું બુક છું સોરી કહી ચાલી જાય.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment