Sunday, 26 March 2017

ગઝલ

તા.૨૨/૩/૧૭
ગાલગા,ગાલગા,ગાલગા,ગાલગા.

આટલો તું વલોપાત ના કર હવે  !
ના મળ્યાનો સનેપાત ના કર હવે !

શું લઈ આ ધરા પર અવતર્યો હતો?
ક્યાં ગયું?એ રજૂઆત ના કર હવે.!

દુ:ખ તો કાયમી ક્યાં ટકે છે છતાં ;
હરપળે સુખ તણી વાત ના કર હવે.!

છોડ એ આશરો  શોધવાનું   હવે !
રોદણાં રોઈ વજ્ ઘાત ના કર હવે !

મોતની ના કરીએ ફિકર રાતદિન-
આંસુનો આજ પ્રપાત ના કર હવે !

****રમણ પરમાર (ભાવનગર)🙏

No comments:

Post a Comment