ગાલગાગા/ગાલગાગા/ગાલગા
લાગણીઓ સળવળી ગઇ લેશમાં
જેમ જળ વચ્ચેય લીટો થઈ ગયો
જ્યારથી દુ:ખની પડી આદત મને
દર્દને સમજી દવા પીતો થઈ ગયો
કોણ છે આ મુજ મહીં જાગતુ સતત?
કેમ હું મુજથી જ બીતો થઈ ગયો?
વસ્ત્ર માફક હું ઉતારુ જાતને
જાત લટકાવા જ ખીંટો થઈ ગયો
ડર નથી એનો હવે તેથી જ તો
જીવ "રોશન"નોય રીઢો થઈ ગયો
"રોશન"કિરણ જોગીદાસ
No comments:
Post a Comment