Sunday, 26 March 2017

અછાંદસ

બે શબ્દ તો કોઈ પણ લખે,
લખે.
એમાં,પેલી કવિતાનો શું વાંક?
શબ્દોને
તોડી,
જોડી,
મરોડી,
ધરાર લખે,
એમાં,પેલી કવિતાનો શું વાંક?
આ તો તો'ય સારું,
કો'ક તો કોકની....
બારોબાર કરે,
એમાં,
પેલી કવિતાનો શું વાંક?
ન માત્રા મળે,
ન છંદ મળે,
ન પ્રાસ ...
ફક્ત ત્રાસ...
એમાં,
પેલી કવિતાનો શું વાંક?
શીખવું સારી વાત છે,
પરંતુ મને તો ફાવટ છે...
એવા વટ હોય એમાં..
પેલી કવિતાનો શું વાંક?
દિલની વાત કલમથી છલકાય સ્વીકાર્ય,
હૈયુ થનગન થાયને ભાવ કાગળ પર અંકાય આવકાર્ય,
પણ ભારેખમ શબ્દોનો પરાણે ઢગલો કરે,
એમાં,
પેલી કવિતાનો શું વાંક?

ડૉ. અયના ત્રિવેદી.
અયુ

વિશ્વ કવિતા દિવસ

No comments:

Post a Comment