હજી આંખમાં ઘૂઘવે છે સમંદર,
છતાં કંઇક ભડકે બળે છેક ભીતર.
ઘડાતું રહ્યું છીપમાં એક મોતી
અને બ્હાર આવ્યું તો સર્વાંગ સુંદર.
અલગ લાગણી છે બધાના હ્રદયમાં,
અબોલું જ પડઘાય છે કોણ અંદર.
લઇ સાદગીનો એ શ્રૃંગાર આવો,
સમર્પિત કરું જાત તમને સદંતર .
હવામાં ભળી આવતી એમ ફોરમ
અજાણે સમર્પિત કર્યુ એણે અંતર
દિપલ ઉપાધ્યાય *ફોરમ*
No comments:
Post a Comment