ચાલ પલળીએ મજા પડશે તને ,
ચાલ નાચીએ મજા પડશે તને .
કંટકો તો હોય માર્ગમાં ઘણા ,
ચાલ દોડીએ મજા પડશે તને .
સાંકડો છે આ કુવો સંસારનો ,
ચાલ કૂદીએ મજા પડશે તને .
હોય ઊંચું આભલું તો શું થયું ,
ચાલ ઊડીએ મજા પડશે તને
હાથમાં લઇ હાથ 'જશ' એકમેકનો ,
ચાલ રખડીએ મજા પડશે તને .
જશુ પટેલ
૦૮-૦૭-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
ગાલગાગા ગાલગાગા ગાલગા
No comments:
Post a Comment