Friday, 14 July 2017

ગીત

પ્રતિિબંબ મારુ-

પ્રિતિબંબની મે ઝંખીના જીવનમાં જ્યારે કરી,
પુરુષાર્થ એને પાવક મળ્યો દિશા ઉજળી કરી.

ના સ્વાર્થ ના હેતુ કશો જોયા વિના ભાવે રહ્યા,
મહેકાવતા જીવન પુરુષાર્થ બળના સહવાસે વહ્યા.

આપેલા એના જ્ઞાનનો મહિમા અમે સમજ્યા જ્યારે,
મુશ્કેલી આ જીવન પથની પાર ઉતારીને લીધી ત્યારે.

જીવન રથ ના સારથી મહિમા ઘણો મનથી લહુ,
મારા જીવન રથના સારથી એવું હું ગર્વ લઈને કહું.

જીવન ભરની મુડી લઈ હું વિહરું તવ ઉપકારમાં
ઋણી રહું હું કાયમી વદુ વાણી મને આભારમાં
     
        -હર્ષા પોકાર

No comments:

Post a Comment