Friday, 14 July 2017

ગઝલ

👏ગુરુપુર્ણીમાં પ્રસંગે👏
🍇🍇🍇🍇🍇🍇🍇🍇

આદર અદબની ભાવના રાખી ચલે ચલો,
માનવ સહજની કામના રાખી ચલે ચલો.

પીવા મળેજો પ્રેમની પ્યાલી શહદભરી,
અરમાં ભરેલાં જામના રાખી ચલે ચલો.

જેણે કર્યું છે ચિતને સોને મઢ્યા સમુ,
તેને ધરીને ચાહના રાખી ચલે ચલો.

સોને સરીખા માનતા પાઠો ભણ્યાં પછી,
છોડી પ્રપંચો દાવના રાખી ચલે ચલો.

વંદન સદાયે આપવા વાલી તમામને,
સોની કદરની ભાવના રાખી ચલે ચલો.

માસૂમ ભલેને ચાલતો કપરો સમય છતાં,
શબ્દો જબાને પાઠના રાખી ચલે ચલો.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment