Friday, 14 July 2017

ગઝલ

સરહદ ....

આગળ થોડો બેસ કબીરા!
આલેખોમાં દેશ કબીરા

સાગર ખારો! મોટો ડારો!
અંબર આપો નેસ કબીરા

ડાંટેલાં દર ખોદીને વટ!
વડ વાવે તે ઠેસ કબીરા?

વાદળ તારી મોંધી મે'નત
વરસાદે! રણ વેશ કબીરા

ઝાકળ ટીંપે ઢાળી આંખો
ભીંજાતો આદેશ કબીરા

કેવળ અરજી!કાગળ કોરો!
સરહદ શુું ? સંદેશ કબીરા?

તારી-મારી ચાલે હોડી!
લંકામાં સૌ,લંકેશ કબીરા

રાધવ અવતારે ! માં ભારત!
આતમ મેળા, અવશેષ કબીરા!

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-09-07-2017
સમય:-04:31 સાંજે

No comments:

Post a Comment