માણસ નથી રહ્યો આ માણસ તણી અસરમાં,
ઉતરી ગયો હવે હું મારી જ બસ નજરમાં.
આ જિંદગી ભલેને બદલે હજાર રૂપો,
બસ એક રૂપ મારું જીવે છે હમસફરમાં.
સાકી નથી ભલે ત્યાં, ખાલી ભલે સુરાલય,
છે જામ આ ભરેલા, છું એકલો અસરમાં.
મેં જાળવ્યા હૃદયમાં, અમને મળેલ ઘાવો,
કે લાગશે એ કામે એ આખરે કબરમાં.
આ લાગણી, વ્યથાઓ, ગમ, જખમ ને ખુશી પણ,
આ કાફલાની સાથે છું એકલો સફરમાં.
સુક્કા પડેલ ઘાવો લીલા થયા બધાયે,
યાદોય તરબતર છે વરસાદની અસરમાં.
"જયલા"તમામ ઈચ્છા રાખી હતી નદીમાં,
તરવા ગયો જરા જ્યાં સપડાઈ ગ્યો ભવરમાં.
ગાગાલગા લગાગા ગાગાલગા લગાગા
જયલા
તા. ૨-૭-૧૭
No comments:
Post a Comment