નક્કી નથી
આવીને પાછો જઈશ, નક્કી નથી!
આજ છું, કાલે હઇશ, નક્કી નથી!
કોણ નમશે એ જ નક્કી ના થયું!
તું નમ્યો પણ હું નમીશ, નક્કી નથી!
ખૂબ સજાવ્યું ઘર તમે, આભાર, પણ
આવી જઈને હું રહીશ, નક્કી નથી!
ચાંદનીની છાલકે મ્હોં ધોયું પણ
શામળાને હું ગમીશ, નક્કી નથી!
મ્હેફિલે કહેવા ગઝલ આવી ગયો
પણ ગઝલ હું કહી શકીશ, નક્કી નથી!
- હરિહર શુક્લ
૧૨-૦૮-૨૦૧૭
(બસમાં)
No comments:
Post a Comment