Thursday, 8 June 2017

ગઝલ

ગઝલ

ચૂપ ક્યાં રહેવાય,ક્યાં બોલાય છે
એટલો   કેવળ   મૂઝારો  થાય  છે

પંડિતો, હું  આપને  પૂછું  જરા -
એક ક્ષણના કેટલા યુગ થાય છે

આપણા મનની ભીતર શું થાય છે
એક પંખી  અમથું અમથું ગાય છે

એક  પંખી  હોય છે  ટોળાં  સમુ
બીજું  પંખી  એકલું શદેખાય  છે

કોઈ  મારગ  આમ  આકાશે  નથી
ક્યાંક પાંખોમાં  ગગન અટવાય છે

            ભરત ભટ્ટ

No comments:

Post a Comment