Thursday, 8 June 2017

ગઝલ

અમારે તો : શૌર્ય.

સ્વર્ગ કેરા જલસા તમારે ભલેને હોય શામળા,
અમારે તો ગામડું ,પાદર અને ઘેઘુર હોય વડલા ;

ગાંધર્વ કેરા ગાન તમારે ભલેને હોય શામળા,
અમારે તો  કોયલ ,મેના અને હોય પોપટ જેવા પારેવડા;

અપ્સરા કેરા નૃત્યો તમારે ભલેને હોય શામળા,
અમારે તો નમણી હોય નાર ને હાથે હોય કડલા ને માથે હોય ઘડલા ;

છપ્પન ભોગ કેરા ભોજન તમારે ભલેને હોય શામળા,
અમારે તો રોટલો ,છાશ ,મરચું અને માથે હોય મિઠા લીમડા;

સોના કેરી નગરી તમારે ભલેને હોય શામળા ,
અમારે તો પરિવાર ,મિત્રો અને ભલા મારા ગામડાં;

શૌર્ય પરમાર.

No comments:

Post a Comment