ઝર્ઝરિત પન્નાઓ વચ્ચે સચવાઈ છે
એ મુસ્કાન લાગે મનમાં હજી હમણાં લખાય છે.
ઝાહાલ ખુશિયો વચ્ચે એક દર્દ ગવાય છે
એ તસ્વીર જાણે રોજ મનમાં છવાય છે.
છે નહિ આમ તો કશું બાકી જીવતરે
છતાં એક કસક કાયમ ઉધાર લેવાય છે.
નાતો નામનોય ક્યાં છે જરા
છતાં કેમ હજીયે હૈયે ચંપાય છે?
સુમશાન રસ્તો ને જાગતો ઝરૂખો
એ આંખોની વાટ હજી નિરંતર દેખાય છે.
પામી શક્યો નહિ "નીલ" એ વસવસો ક્યાં છે?
હૈયાને ગમી છે ને હજી હૈયું વગર રક્તચાપ કેવું ! એના સ્મરણે ધબકતું કળાય છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Thursday, 8 June 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment