Sunday, 11 June 2017

ગઝલ

*ગઝલ – મોતનો પણ...*                          કેવા કેવા સૌ રિવાજો હોય છે ;                                *મોતનો પણ એક મોભો હોય છે .*

જે અહિયાં  મોતને   જીતી   ગયા;
એમનો નોખો  જ  ચોકો  હોય  છે .

કાંધે કાંધે આ  જનાજો જ્યાં  ગયો;
માર્ગ મસ્જીદનો ય  રોતો  હોય  છે.

કેટલું અઘરું  ગણિત  છે  મોતનું ?
સાચો ઉત્તર  પ્રશ્ન  ખોટો  હોય  છે.

તું  વચન ને   પાળતા ખોટો પડે;
મોત  વેળાએ  તું  થોડો  હોય  છે?

જાય છે જીવી મરી ને પણ “દિલીપ”;
બાકી   તો  દીવાલે  ફોટો  હોય  છે.

*દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment