ભલે સ્હેજ બોલો, એ રસદાર બોલો.
પ્રણયમાં બધુયે વિગતવાર બોલો.
‘મને એક એવો અનુભવ થયો છે’
બધી વાતમાં આમ બે વાર બોલો.
હૃદય તૂટ્યું એમાં બધાને શું કહેવું?
નવા હોય તો કંઈ સમાચાર બોલો!
સતત મૌનનો અર્થ કે હાર માની,
ખરી વાતમાં ખાલી હમકાર બોલો.
પ્રતીક્ષા કરી ઉંબરો થાકી જાશે,
ચરણનો થશે ક્યારે સંચાર બોલો?
કિંમત કાવ્યની છે ખરેખર ખબર તો,
મને આપશો શું? વહેવાર બોલો !
નિરાકાર એને ફરક શું પડે છે?
કે આયાત, શ્લોકો કે નવકાર બોલો!
No comments:
Post a Comment