Friday, 16 June 2017

ગીત

બ્‍હાના વિના બ્‍હાવરી દોડું, પગને રોકું કેમ ?
પાવઠે પાવો રોજ વગાડે 'એ' ય જાદૂગર જેમ !

સૂર સૂણીને શાંત સરોવર જળ હિલ્લોળા ખાતાં ,
મુક બધીરા વાયરા આજે પ્રેમનાં ગીતો ગાતા ..
દસ દીશાઓ નાચતી એવો મુજને પડ્યો વ્હેમ ..

સૂર તો એનાં ગટગટાવ્યા આભ અને પાતાળે..
જેમ ઝૂકેલી હેલનું પાણી તરસ્યું ગરણું ગાળે !
પાગલ, પાગલ પાગલ સહુ, કોણ રહ્યુ હેમખેમ?

નેહા પુરોહિત
ભાવનગર

No comments:

Post a Comment