Tuesday, 25 April 2017

ગઝલ

જો નયનથી નયન આજે મળી જાશે,
તો ઇશારે ઇશારા પણ ફળી જાશે.

લાગણીઓ પછી એવી તો હરખાશે,
શ્ર્વાસમાં શ્ર્વાસ જ્યારે આ ભળી જાશે.

ઝંખનાઓ પછી એવી વગોવાશે,
કે "સ્વ" ના કલ્પનો ખુદને છળી જાશે.

શૂન્યતા જિંદગી સાથે લખી છે તે,
ભીતરેથી ખરેખર નીકળી જાશે.

બેશરમ આખરે એવો બનું કે તે,
દિલ્લગીમાં જ મારા પીગળી જાશે.

બે ક્ષણો આજ પાસેના રહ્યો,કારણ
મીણ માફક પળો પણ ઓગળી જાશે.

પ્યાસ તારા હૃદયે છે  તે 'કસક' આજે,
મીઠુ મૃગજળ બનીને ગળ ગળી જાશે.
    -સંદિપ પટેલ"કસક"
(વજન-ગાલગાગા/લગાગાગા/લગાગાગા)
છંદ-મુશાકિલ

No comments:

Post a Comment