જો નયનથી નયન આજે મળી જાશે,
તો ઇશારે ઇશારા પણ ફળી જાશે.
લાગણીઓ પછી એવી તો હરખાશે,
શ્ર્વાસથી શ્ર્વાસ જ્યારે ભળી જાશે.
ઝંખનાઓ પછી એવી વગોવાશે,
કે "સ્વ" ના કલ્પનો ખુદને છળી જાશે.
શૂન્યતા જિંદગી સાથે લખી છે તે,
ભીતરેથી ખરેખર નીકળી જાશે.
બેશરમ આખરે એવો બનું કે તે,
દિલ્લગીમાં જ મારા પીગળી જાશે.
બે ક્ષણો આજ પાસેના રહ્યો,કારણ
મીણ માફક પળો પણ ઓગળી જાશે.
પ્યાસ તારા હૃદયે છે તે 'કસક' આજે,
મીઠુ મૃગજળ બનીને ગળ ગળી જાશે.
-સંદિપ પટેલ"કસક"
(વજન-ગાલગાગા/લગાગાગા/લગાગાગા)
છંદ-મુશાકિલ
No comments:
Post a Comment