દેશ તમારી સાથે છે...
હે ! ભારત માનાં સંતાનો, દેશ તમારી સાથે છે,
ઓ! હિંદ વતનનાં રખવાલો, દેશ તમારી સાથે છે.
ગર્વ અમે સૌ અનુભવતાં, સર્જીકલ સ્ટ્રાઇકથી આજે,
પક્ષ-વિપક્ષ, બધી સરકારો, દેશ તમારી સાથે છે.
હુંકાર ભરી આગળ ચાલો, ડર રાખો ન કદી મનમાં,
કાજ સ્વમાન સદા પરવાનો, દેશ તમારી સાથે છે.
દુશ્મન આવે સીમા તોડી, મારી દ્યો એને ગોળી,
આઝાદીનો દિપ સંભાલો, દેશ તમારી સાથે છે.
ઘર-પરિવાર બધું ભૂલીને, ટાઢ અને તાપ સહીને,
રક્ષા કરતાં 'વીર' જવાનો, દેશ તમારી સાથે છે.
બિપિન અગ્રાવત 'વીર'
No comments:
Post a Comment