Tuesday, 23 May 2017

ગઝલ

*ગઝલ*

થઈ વાદળી આંખો મહીં વરસી જવાયું છે,
માટી બની એ આંસુમાં મ્હેંકી જવાયું છે.

આમેય ઈચ્છા ક્યાં હતી પણ ચાલવાની તો,
દેખી પથો સોહામણાં,ચાલી જવાયું છે.

વીંધી ઘણાં દ્રશ્યો પહોંચું શ્વાસ ઘાયલ લૈ,
તારા સુધી તો પ્હોંચતા થાકી જવાયું છે.

તોડી અરીસો તૂટનારો હું જ હોઉં છું,
પરથી નહીં પણ જાતથી હારી જવાયું છે.

દ્રશ્યો મળે ભીના નજર રાખો જો વરસાદી,
આવી જ રીતે આગમાં પલળી જવાયું છે.

-મેઘરાજસિંહ પરમાર

No comments:

Post a Comment