તેજને તીમીર આગળ આંબવાની વાર છે.
ભીતરે એક રાત કાળી ભાંગવાની વાર છે.
છે હજી છેટું પરમને પામવામાં વેંતનું
આંખ ખુલ્લી છે છતાંયે જાગવાની વાર છે.
એ ભલે અધ્ધર હવામાં ચાલતો ફુગ્ગા સમો
કાળની બસ એક ટાંકણ લાગવાની વાર છે.
આપમેળે ઓપ મળશે સ્વર્ણ શો જીવતરને
કોઇ પારસસ્પર્શ સંગત સાધવાની વાર છે.
આપશે અનહદ,ભરોસો રાખજે ભગવાન પર
ભાવથી તાંદૂલ તારા લાવવાની વાર છે.
થઇ જશે,તું જો પછી,પ્રત્યક્ષ જગનો નાથ પણ
ફક્ત એને એક મારી લાંઘવાની વાર છે.
Medha Antani
23/5/2017
No comments:
Post a Comment