Tuesday, 23 May 2017

ગઝલ

દર્દ ને સંજીદગીથી નભાવી લીધું
આંસુને આંખમાં જ અટકાવી દીધું

મારી નારાજગીનો અંદાજ જ જુદો
કહ્યા વગર જ બધુ સમજાવી દીધું

મારી લાગણીનો તમને અંદાજ નથી
તમારી ખુશી માટે બધું ભુલાવી દીધું

રબ પાસે પણ કદી કશું માંગ્યું નથી
તમને જોયા પછી માથું નમાવી દીધું

અમારી જિંદગીની ફિલસુફી જ જુદી
સંવેદનાથી જીવતર વિતાવી દીધું

દિલીપ શાહ

No comments:

Post a Comment