Tuesday, 23 May 2017

ગઝલ

ગાલગાગા/ગાલગાગા/ગાલગાગા/ગાલગા

રાહ તો તૈયાર છે બસ ચાલવાની વાર છે
ભોમિયાના હાથને બસ ઝાલવાની વાર છે

ક્યાં સુધી અટવાવુ આ ઘનઘોર જંગલમા અહીં?
બંધ આંખોને જરા બસ ખોલવાની વાર છે

ને, સતત ચિંતન જરૂરી છે અહીં જીવન મહીં
સાવ બુઠ્ઠી જિંદગીને કાઢવાની ધાર છે

હોય છે અઢળક છતાંયે એક પણ ના કામની
ઝંખનાના મર્મને બસ જાણવાની વાર છે

આ ઉભા 'રોશન' બની આતૂર એની રાહમા
એક વેળા મોતને બસ આવવાની વાર છે

     
કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment