Tuesday, 23 May 2017

ગઝલ

આંગળીથી પ્રેમને જો માપવાની વાર છે,
ને હ્ર્દયમાં સાથિયાને પામવાની વાર છે.

મુક્તિ માટે કામ બાકી છે અમારા ઓ ખુદા,
શ્વાસ મારા એટલે તો આપવાની વાર છે.

સાવ ખોટી ફરફરે છે જે ધજા ભીતર બધે,
તે હવાની એ દિશાને જાણવાની વાર છે.

નામ ખોટા, જાપ ખોટા, છોડી માળા હાથથી,
આ હ્ર્દયમાં એ ખુદા ને રાખવાની વાર છે.

સાંભળી મારી વ્યથાને આવશે એ દોડતી,
આ કબર માથે કફનને ઢાકવાની વાર છે.

-આભાસ

No comments:

Post a Comment