Tuesday, 23 May 2017

ગઝલ

નિર્દોષ હૈયાનો, જનાજો નીકળે.
ખામોશ લફઝોનો, તકાજો નીકળે.

જીવન જ ઉંડા, ભેદ ભરમોમાં વિતે.
તૂટ્યા દિલે, જણ આજ સાજો નીકળે.

હોમાઈ ગઈ, લાખો કરોડો જિંદગી.
કારણ, સમાજી કટુ રિવાજો નીકળે.

કરુ દેવ ના નામે ગઝલ આરંભ જો.
હર શેર, ક્યા ખુબ, નાં અવાજો નીકળે.

તારું હૃદય, મુજ ઘર બને એ ઘેલછા.
જોને, જરા, ખાલી જગા જો નીકળે.

ભીના નયન લીલા હૃદય ની લાગણી.
દે આંસુ પણ, મારી ખતા જો નીકળે.

કબુલાત તુજ પ્રિત ની, મહેફિલ માં કરું.
"રુહ" ઇશ્ક નો, આંખે મલાજો નીકળે.

...રુહ...🌹

બીના ગોસ્વામી (રૂહ)

No comments:

Post a Comment