Tuesday, 23 May 2017

ગઝલ

સ્તબ્ધતા દેખાય છે બહારથી, મહીં ઘમાસાણ યુધ્ધ ચાલે છે.
હથીયારની જરુર પડતી નથી હવે, બે શબ્દો જ કામ તમામ કરી જાણે છે.
સ્પર્ધા ચાલે છે અહીં ઘણી માટે , સૌ એક-બીજાના ગળા કાપી જાણે છે.
તરવા માટે પોતાને લોકો હવે  , બીજા સહુને ડુબાડી જાણે છે.
આગળ વધી શક્તા નથી જાતે, પગ અન્યના ખેંચી તેને પછાડી  જાણે છે.
કામ પોતાનું કઢાવી નાંખવા માટે,  કાશળ બીજાનું કઢાવી જાણે છે. 
મુકી સઘળા મુલ્યો ને નેવે, માણસાઈને પણ હવે વિસારી જાણે છે.
રૂહાની..............

No comments:

Post a Comment