##નઘરા##
વલખા મારે ,ફાંફા મારે ફટ નઘરા,
આમ તેમ શા આંટા મારે ફટ નઘરા,
પવનના પડીકા વાળે,
કામના નામે ડાટા વાળે,
પાપડ તોડી ફાંકા મારે,
ખુલ્લા આભે ઢોરા ચારે.
તોફાને ચડે જેમ હો બકરા
આમ તેમ શા આંટા મારે ફટ નઘરા....
બગાસે પતાસા ઝીલ્યા,
બોગનવેલે ફૂલ ખીલ્યા,
કરમના કાંકરા છે ડોલ્યા,
લમણે લાગેલા ટેકા ડોલ્યા.
કર્મ તારા કોડીના ઓ.. ડગરા,
આમ તેમ શા આંટા મારે ફટ નઘરા....
પગલે પગલે બાવળ ઉગતા,
આળસના અંગારા ધૂપતા,
અરમાનો છે ભડકે બળતા
મેહનત વિના ક્યાં માવા મળતા
કાળા તારા કામ કપડાં સાફ લઘરા..
આમ તેમ શા આંટા મારે ફટ નઘરા....
-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment