Saturday, 29 July 2017

ગઝલ

મારો આત્મા મારો જીવન પરમાત્મા છે,
આદિ,મધ્ય અંત  હવે સજીવન પરમાત્મા છે.

ઈચ્છા માંગે ઇન્દ્રિયોના કર્મો - ધર્મો,
આ માયા સાલી આજીવન પરમાત્મા છે.

જે શ્રી હરિ ખટને  ખેડી સાધુ મરે મૂંગો,
આંખ કરસણી તો ભીતરવન પરમાત્મા છે.

ને કોરું કટ રણ હવે છે મારા મન પાસે,
તો દેવો સર્વે એકાવન પરમાત્મા છે.

જનમ મરણ તો છે ઠાગા ઠૈયા આત્માના,
તો આ દેહે આવન-જાવન પરમાત્મા છે.
-વિપુલ પટેલ "તોફાન"

ખટને = ઈશ્વરીય છ તત્વ
કરસણી  = ખેતી ખેડનાર કે કરનાર

No comments:

Post a Comment