વ્હેલી પરોઢે
બેઠો ખુરશી નિહાળું
આકાશી તારલા ને ચંદ્ર
રાતના અંધકારનું જવું ને સૂરજના પ્રકાશનું આવવું થાય સાથે
આંખના મળસ્કે
રાખું અમી દ્રષ્ટિ
ઝાડવેથી કૂંપણ ને પર્ણ
સવારે ફૂટે ને ખરે થાય સાથે
પાણી ના કુંડે
નીરખું વ્હાલ પ્રેમ
પંખી ને પાણી
પંખીનું પીવું ને પાણી નું ઘટવું થાય સાથે
ધ્યાન કુદરતના સંગે
મિલન હૈયાનું
ચિત્ત ને હૃદય
જ્ઞાન નું વધવું ને ઉંમર નું ઘટવું થાય સાથે
આ કેવી ઉપદ્રસ્ટાની સમજણ
વાહ ! રે મારા પરમ તત્વ
આ તારી કેવી રમત
એક તરફ સાક્ષીભાવ ને બીજી તરફ સમ્યક ભાવ
-વિપુલ પટેલ "તોફાન"
Saturday, 29 July 2017
અછાંદસ
Labels:
વિપુલ પટેલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment