Saturday, 29 July 2017

ગીત

એક ગીત :માં નર્મદા પરની મારી રચના

એ વિંધ્યાચલ વીંધી  અમરકંટકથી લઇ અમરતાનું વરદાન,
કહે છે કોઈ માં મૈકાલ - નર્મદા - રેવા ને છે કોઈની  જગતજનની
એવી રેવા તુને છે દિલથી નમન

જે  કોતર ને ખણ ખણે,  ને  ધરતી પણ  જણ જણે,
એ દરિયો પણ રણ રણે , ને  માનવ સૌ ગણ ગણે,
એવી રેવા તુને છે દિલથી નમન (૨)

છે સૌની એ માત , ને માંઝીની તાત,
એ નદીઓમાં નાત  ને એના આગળ શું જનની વિસાત,
એવી રેવા તુને છે મારા નમન (૨)

ફડફડ ફડફડાટ.. સડસડ સડસડાટ.. ને ધાળધાળ ધાળધળાટ.. ગરજે છે જે
ખળખળ ખળખળાટ, રુમઝુમ ઝૂમ રુમઝુમાટ છે રણકો જેનો,
એવી રેવા તુને છે મારા નમન (૨)

હે વૃક્ષો સૌ થરથરે ને પાપી સૌ કંપ કંપે,
ને પાદર સૌ ગણ ગણે , જે  વીજળીને જેમ  ફડફડે....
એવી રેવા તુને છે દિલથી  નમન (૨)

સૌ ખેડુની માત, સૌ જન જનની આત
તું ભારતના હૃદયની ધાર ને તું તો ગુર્જર ધરાની  છે ગરિમા  સમી
એવી રેવા તુને છે મારા નમન (૨)
-કવિ  તોફાન

No comments:

Post a Comment