નથી કાંય સાથે હવે આવવાનું,
જવાની જશેને જવાનું થવાનું.
અમારા રુદનની જુઓ આ ખુમારી,
જીવન પણ ઘડ્યું છે મજાનું મજાનું.
અકાળે થયુંતું નહોતું થવાનું,
નસીબે લખાયું દરદ આ હવાનું.
કઠેડે ઉભી વ્હેમ ની આ નનામી,
બધું યે મુકીને જનાજે જવાનું.
સમેટી પગેથી કરી લે અટાણૂ,
લલાટે 'કજલ' શું લખીને જવાનું.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment