[03/10 3:25 PM] द।जी: ગાલગાગા ગાલગાગા ગાલગા .
પ્રેમની જો વાત છે તો વાત કર,
રંગની સોગાત છે તો વાત કર.
ભૂલ ભમરાની હશે કેમે કહું,
ફૂલને આઘાત છે તો વાત કર.
ચાંદની શીતળ તને લાગે નહીં,
પૂર્ણિમા ની રાત છે તો વાત કર.
વાઘ આવ્યો રે અમસ્તું ના બને,
કાળ જો આપાત છે તો વાત કર.
શબ્દને ઠંડી અબોલાની ચડે ,
મીઠડો સંગાત છે તો વાત કર
તું નહીં બોલે નજર તો બોલશે,
મૌન ફરજીયાત છે તો વાત કર.
છે સહજ ઘટના બધી જીવન તણી,
રોજ અકસ્માત છે તો વાત કર.
હોય પડઘા ગૂંજતા શમણાં મહીં,
શબ્દ લાગે શાંત છે તો વાત કર.
મન સમુંદર માં વિચારો છો વહે ,
શાંત ઝંઝાવાત છે તો વાત કર.
'દાજી '
No comments:
Post a Comment